PSI Final Result related Notification (29-08-2022)
PSI Final Result related Notification (29-08-2022)
પો.સ.ઇ. કેડરની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ પૂર્ણ કરવામાં આવેલ.
દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ઉમેદવારો પૈકી SC, SEBC અને ST ના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રો સરકારશ્રીના નિયમોનુસાર જે તે વિભાગ પાસે ખરાઇ કરવા સારૂ મોકલી આપવામાં આવેલ છે.
જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇ અંગે આખરી અહેવાલ આવ્યેથી પો.સ.ઇ. કેડર ભરતીનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ.
તા.૧૨/૦૮/૨૦૨૨ તથા તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ યોજાનાર દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૦૬/૦૮/૨૦૨૨ નારોજ સાંજના કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે
- દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે ભરીને લાવવાનું ANNEXURE-3 ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
- આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોમાંથી જે ઉમેદવારોએ બાહેંધરી રજુ કરવાની છે, તેવા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોએ બાહેંધરી માટેનું EWS ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
- સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (SEBC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SEBC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
- અનુસુચિત જાતિ (SC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
- અનુસુચિત જન જાતિ (ST)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું ST ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
(૧) પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1 થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ.
(ર) તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવેલ.
(૩) તા.૧૬/૦૭/૨૦૨૨ નારોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને નિયમોનુસાર રિચેકીંગ માટે અરજીઓ મંગાવવામાં આવેલ. રિચેકીંગ માટે ૧૨૭ પેપરો માટે ૬૮ અરજીઓ મળેલ જે રિચેકીંગ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી.
(૪) સરકારશ્રીના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંકઃ જીજી/જીયુજે/૪/૨૦૨૧/મહક/ ૧૦૨૦૧૦/૩૩૫/સ, તા.૦૪/૦૧/૨૦૨૧થી ઠરાવેલ પરીક્ષા નિયમોમાં મુદદા નંબર-૮ (એચ) ના પેરા નંબર-૨ માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના ૨ (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ કરવા જણાવેલ છે.
(પ) કવોલીફાઇડ લીસ્ટ તૈયાર કરવા માટે મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારના શારીરીક કસોટીમાં મેળવેલ ગુણ, મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ, એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણનો સરવાળો કરી જે ગુણ આવે તેને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવેલ છે.
મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની તમામ ગુણની વિગતો જોવા માટે અહીં કલિક કરો……..
કેટેગીરી પ્રમાણે દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે.
(A) પુરૂષ ઉમેદવાર
કેટેગીરી | કટ ઓફ માર્કસ | કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા |
---|---|---|
GENERAL | ૨૬૬.૭૫ | ૮૪૮ |
EWS | ૨૬૦.૫૦ | ૧૮૮ |
SC | ૨૪૫.૦૦ | ૧૦૦ |
ST | ૧૯૫.૦૦ | ૨૭૪ |
SEBC | ૨૫૫.૦૦ | ૪૯૭ |
કુલઃ | ૧૯૦૭ |
(B) મહિલા ઉમેદવાર
કેટેગીરી | કટ ઓફ માર્કસ | કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા |
---|---|---|
GENERAL | ૨૧૮.૫૦ | ૩૮૨ |
EWS | ૨૦૬.૨૫ | ૮૬ |
SC | ૨૦૦.૨૫ | ૪૫ |
ST | ૧૮૨.૦૦ | ૭૬ |
SEBC | ૨૦૯.૨૫ | ૨૨૦ |
કુલઃ | ૮૦૯ |
(C) માજી સૈનિક ઉમેદવાર
કેટેગીરી | જે-તે કેટેગીરી કટ ઓફ માર્કસ | માજી સૈનિક કટ ઓફ માર્કસ | કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા |
---|---|---|---|
GENERAL | ૨૬૬.૭૫ | ૨૧૩.૪૦ | ૧૮ |
EWS | ૨૬૦.૫૦ | ૨૦૮.૪૦ | ૪ |
SC | ૨૪૫.૦૦ | ૧૯૬.૦૦ | ૧ |
ST | ૧૯૫.૦૦ | ૧૮૦.૦૦ | ૦ |
SEBC | ૨૫૫.૦૦ | ૨૦૪.૦૦ | ૧૧ |
કુલઃ | ૩૪ |
આમ ઉપરોકત (A) પુરૂષ ઉમેદવારો-૧૯૦૭ (B) મહિલા ઉમેદવારો-૮૦૯ અને (C) માજી સૈનિક ઉમેદવારો-૩૪ મળી કુલ-૨,૭૫૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ જાહેર કરવામાં આવે છે.
દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલિક કરો……..
ખાસ નોંધઃ
(૧) કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કવોલીફાઇડ થયેલ છેલ્લા ઉમેદવારના માર્કસ.
(ર) જે ઉમેદવારોના એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણ મૂકવામાં આવેલ છે આવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ ગુણ રદ થશે અને નિયમોનુસાર કાર્યવાહી થશે જે તમામને બંધનકર્તા રહેશે.
(3) ઉમેદવારોની અત્યાર સુધી કોઇ ડોકયુમેન્ટ (પ્રમાણપત્ર)ની ચકાસણી થયેલ નથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇપણ ઉમેદવાર કોઇપણ તબકકે ગેરલાયક હોવાનું ધ્યાન ઉપર આવશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.
(૪) કોઇપણ ઉમેદવાર વિરૂધ્ધ નિયમભંગ અથવા ગેરરીતીનો કોઇ પુરાવો કોઇ પણ તબકકે મળશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.
(૫) મુખ્ય પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(૬) કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી તા.૧૨/૦૮/૨૦૨૨ અને તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ કાયમી સરનામાંના શહેર/જીલ્લા ખાતે કરવામાં આવનાર છે. (ફકત વધારના ગુણ મેળવેલ અને માજીસૈનિકોની દસ્તાવેજ ચકાસણી ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે કરવામાં આવનાર છે)
(૭) દસ્તાવેજ ચકાસણી માટે કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ હવે પછી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
List of Qualified Candidates for Document Verification: Click Here
Statements of Marks: Click Here
For more details: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.